કહુના કહુંની અવઢવમાં સમય સરી ગયો,
ભૂલાય ગઇ જાત મારીને સમય ફરી ગયો.
રમતમાં વીત્યુ બાળપણ ચપટી વગાડતા,
યુવાની આવીને જશે વાત રહેશે સમય ચરી ગયો.
કરવાના કામ તારા બાકીજ રહી જશેતો,
જીવનનો ફેરો તારો ફોગટ ગયો સમય ખરી ગયો.
જીવન મરણ નું ચક્ર ચાલ્યા કરે કંઇ અવિરત,
કર તું કંઇક અલબેલું અવનવું સમય ભરી ગયો.
કાજલ કહેવું સહેલું છે જીવીતો બતાવ હવે,
સામી ધારે તરીને બતાવતો માન્ય કે સમય તરી ગયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’ “કાજલ”
Leave a Reply