નિભાવો જો તમે આપોલા વચનો,
મુબારક હો તમને નિયત તમારી.
જો બેવફા થાઓ તમે,
મુબારક તમને બેવફાઇ તમારી.
કરો સદા વફા તમે જાત સાથે,
મુબારક તમને વફાદારી તમારી.
જો તમને કોઇ વાત કોઇ ના માટે,
મુબારક હો તમને હમદદીઁ તમારી.
કરો કોઇ ને સહાય તમે દુખ માં,
મુબારક હો તમને ઉદારતા તમારી.
ઠોકર ખાવ તમે દુનીયા મહિં,
મુબારક બાદ તમને મળશે મારી.
થશે ઓળખાણ પોતાના-પરાયા ની,
મુબારક તમને એ દિવસ તમારો.
લાધ્શે સાચું જ્ઞાન એ સમયે તમને,
મુબારક તમને જીવન ની ક્ષણ તમારી.
“કાજલ”એટલુ જાણે દુનીયા મહીં,
મુબારક તમને જીવન શતરંજ તમારી.
કોણ તારુ – મારુ થાશે સંબંધી,
મુબારક તમને ફિલસુફી તમારી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply