યાદ આવે છે માં
તારી આંગણી પકડી
ચાલતા દોડતા..શીખ્યા
તારી છાયા માં
અમે વિકસ્યા..
દીદી જાણે માં નુ જ રુપ
માની જ છબી.
લડયા ઝધડયા
વાત વાત માં રીસાયા
એ ધીંગામસ્તી..
અે બચપણ ની યાદો
માં નુ ટોકવુ…પિતા નુ સમજાવવુ..
દાદા દાદી ના અઢળક લાડ પ્યાર..
પિતરાઇ ઓ સાથે ની મસ્તી ના ઉજાગરા..
ખોવાયુ આજ આ બધુ..
સવાર થી કામ ધંધા ની દૌડધામ..
ધરસંસાર માં વ્યસ્તતા ની વાતો..
બાળકો ને સમય ના આપી શકવા નો અફસોસ..
આજ બાળકો નુ ખોવાયુ બચપણ…
મોબાઇલ ટીવી માં ડુબયુ બચપણ.
કરી શકુ રીવાઇન્ડ લઇ જઇ શકુ ફલેશબેક માં..
આ એકલવાયા ને તરછોડાયેલ બચપણ ને
ભણતર ના ભાર થી લદાયેલ….
કાશ..!
“કાજલ” શકય હોય ભુતકાળ ને પાછુ જીવવુ?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply