અંધારી રાતોમાં વેણું વગાડી,
હાથને હાથ દેખાય નહિં ને શેનો બોલાવે તું.
તારા બોલ પર દોડી હું આવતી,
આમ અધરાત મધરાતે શેનો બોલાવે તું.
તારા વાંસળીના સૂરે સુધબુધ ભુલાવી,
વારંવાર તાર છેડી શેનો બોલાવે તું.
ગોકુળની ગલીઓમાં ધુમ મચાવી
યમુનાકિનારે રાસ રમવા શેનો બોલાવે તુ.
ગોપ ગોપીઓને ધેલા કરી ભાન ભુલાવી,
વાત વાતમાં કનડગત કરવા શેનો બોલાવે તું.
વેણુંના સૂર તારા વૃંદાવનમાં ગુંજતા,
ગોપીઓ સંગ લીલા રચાવી શેનો બોલાવે તું
ચાંદ સૂરજ ની સાખે પ્રિત નિભાવી,
વારંવાર જગહસાઇ કરવા શેનો બોલાવે તું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply