વેદના વાંચીને શું કરું તારી?
અનુભવુ છું આંખોમાં તારી.
કાગળના સોળ લઇશ દિલપર,
એકવાર કહી તો દે વ્યથા તારી.
શબ્દોમાં કેમ ઢાળુ સંવેદના,
વાત તો આખર છે મારી તારી.
જીવન ઓછું છે માણવા સાથ,
સદીઓ વીતી રાહમાં હવે તારી.
“કાજલ” ને મૌત પણ હશે મંજૂર,
પળ બે પળના સાથ સંગાથ તારી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply