વાત મારા હૈયાની હામની છે,
ધબકતું દિલ કાંઇ પથ્થર છે?
કહું કહીને સમજે તું મનમરજી નું,
આ તારી અદા કાંઇ હવે તો જબ્બર છે.
મહેફિલ જમાવી રંગ રાખ્યો,
તને કયાં આસપાસની ખબર છે?
બહુ થયું હવાતિયાં મારવા બંધ કર,
પ્રેમ માર્ગ જ જીવનનું સાચું મંતર છે.
લથડીયા ખાતી જિંદગીનો તું સહારો,
ખેંચાખેંચ કરમાં બહુ, જિંદગી કાંઇ રબર છે?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply