એક વાત પુછું?
તું ચાહે છે મને?
જવાબ જાણુ છું
બસ તારો જવાબ ગમે છે.
એટલે જ વારંવાર પુછું છું.
તારી આંખોની ચમક,
તારા હોઠો પરની શરારતી મુશ્કાન.
તારા સ્વરમાં ભળતી માદકતા,
એ આર્જવને ધીમા સ્વરે તારુ ગણગણવું…
તારી ભુજાઓમાં લઇ,
હળવું ચુંબન.
અને તારું કહેવું કે સાબીતિ આપું?
હા ! હું તને ચાહુ છું, ચાહતો રહીશ….
બસ! આજ જવાબ તારો હંમેશાંનો.
“કાજલ” ના પ્રેમની સાર્થકતા આ તારું કહેવું
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply