મારા સપનામાં રોજ એ આવતી,
મને લીલોછમ બનાવીને ચાલતી.
એકવાર મેં તેને રોકવાને ચાહીતી,
તો થોડુ હાસ્ય રેલાવીને ભાગીતી.
રોજ સપના ના ક્રમને હું કેમ ભુલતી?
હું તો તમને માત્ર નીરખવાને આવતી.
જયારે તમે રોકવાને ચાહતા હું કેમ રોકાતી?
ખુલ્લી આંખોના સપનાને હાથમાં ફેલાવતી.
આમ આપણી મુલાકાતો રોજ થાતી.
કયારેક થતું શા માટે રોજ વિદાય લેવાતી?
શા માટે?તું ને હું અેક ગગન નીચે ન રહેતા?
આ પ્રશ્ર્ન મને ખુબ જ સતાવતો.
તે કહયું ઓહ પ્રિયે!.
મળીએ તે શું કમ છે?
જયાં તું ત્યાં હું એ કલ્પના શું કમ છે?
“કાજલ”ના વિચારો માં પણ તું જ સાથ એ ભાવ બસ છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply