સાંજ પડતા મળતી થોડી નવરાશની પળ.
બાગના હિચકે ઝૂલા ઝૂલાવતી સૂર્યાસ્તની પળ.
સાજન સંગ માણતી હળવાશ નીપળ.
પ્રતિક્ષા કરતી સાંજની સવારથી,
ચાહની સાથે ચાહત ભરપુર માણતી.
સાજન સંગ માણતી હળવાશની પળ.
ધર પરિવારની વ્યસ્તતામાંથી થોડીક ચોરેલી ક્ષણ.
દિવસનો થાક ભુલી પરણ્યાનો સંગ પામતી.
સાજન સંગ માણતી હળવાશની પળ.
હિંચકાની ઠેસે થાક ઉતારતો તાજગી મનમાં ભરાતી.
સમય કયાં વહેતો તે શુધ-બુધ વિસરાતી.
સાજન સંગ માણતી હળવાશની પળ.
વાલમના સાથને પામવા આતુર બનતી,
સાંજની એ મધુર પળો યાદો બનાવતી.
સાજન સંગ માણતી હળવાશની પળ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply