શીર્ષક -યાદો થી મુક્તિ
કેવી આ બેચેની સમજાય ના,
દર વખતે લાગે તારો જ સંદેશ,
વારંવાર લઉ ને મુકુ આ મોબાઇલ,
સવારની સાંજને સાંજની રાત રાત થઇ…
પણ…
ના થયા દર્શન તમારાના મલ્યો એક પણ સંદેશ…..
ઓહ…..
વારંવારની આ ક્રિયા -પ્રક્રિયા.
વિચારયાજ કરુ સતત..
વિસરી ગયો તું મને?
ઓહ !આ કેવો વિચાર..
ના! હવે વધારે કંઇજ નહિં..
મને પણ જોયે છે એક દાન…
હું વિસરું મારી જાત સાથે અગણિત યાદો..
કરી શકું ફોરમેટ…..
મારી યાદો ને…
કાશ….આ શક્ય હોત..
આઝાદી…
મારી રચેલ મારી જ કૈદ માંથી.
ના રાહ જોત.
ના યાદ…ના ફરિ..યાદ…
હોય માત્ર..
મુક્તિ નો અહેસાસ….
હા જોયે છે મને મારી તારી યાદોથી મુક્તિ.
કાજલ નહિં કિરણ નહિં .
તન નહિં. .મન નહિં.
આકાર નહિં સાકાર નહિં
માત્ર નિરાકાર…
શાંત સૌમ્ય… નિરવ.. આત્માનુભુતિ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply