અછાંદસ
શીર્ષક-સવાર
સોનેરી કિરણોની સવારીએ આવી સવાર,
કહેવા સૂર્યોદયની કહાણી.
ઉદાસીને ખંખેરી કરો શરુઆત,
રોજ નવી આશા ઉમંગ લાવતી.
સવાર… સોનેરી સવાર..
નવજીવનનો સંદેશ આપતી,
ઉલ્લાશ ભરી જીવતા શીખવતી .
દરેકની અલગ અલગ સવાર..
શ્રમજીવીની સૂર્ય આગમન પહેલા થતી,
પંખીઓના કલશોરથી ગુંજતી.
પ્રભાતિયા ગાતી મંદીરમાં આરતી કરતી,
મસ્જિદમાં અઝાન પોકારતી.
પનિહારીના ગીતે સુરીલી,
સવાર….સોનેરી સવાર..
ઘર ઘર ની નોખી,
ગૃહિણીની, બાળકોની,વયસ્કોની, વૃધ્ધોની,
દરેકની રોજ અલગ સવાર.
મને મળતી જિંદગીથી ભરપુર,
રોજ આવી કહેતી,
તને ચાહું છું ચાહીશ હર સ્વરુપે.
સવાર…. સોનેરી સવાર…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply