નિહારુ અક્સ, આઇને તુજ છબી.
ભ્રમ થયા કરે, મુજ માં તુજ છબી.
ઐકય તારુ મારુ, આભાસી બન્યુ છબી.
સ્વપ્ન બન્યુ હકીકત, આજ આઇને છબી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી
ચાંદ ને નીરખ્યા કરુ જળ માંહી
સામીપ્ય પામ્યા કરુ જળ માંહી
કંકર પડયો વમળ ઉઠયા જળ માંહી
‘કાજલ’ ની આશ રોળાઇ જળ માંહી.
સ્વપ્ન બન્યુ સ્વપ્ન જ આમ જળ માંહી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
હાયકુ
1)
તોરણ બાધ્યું
અશ્રુ અટકયા ત્યાં
મોતી લટકે.
2)
તાજા કલમ
લખાણ પુણઁ જ્યાં
ઉમેરુ ઉમીઁ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
પિયુ ની યાદે,આંખો માં સુરખી અંજાઇ.
મુખ પર શરમ ની, લાલીમા છવાઇ.
અધરો પર સ્મિત ની, ઝલક દેખાઇ.
“કાજલ” યાદો સજાવી, તારા માં ખોવાઇ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
સોળ શણગાર સજયા, કુમકુમ બીદીંયા સાથ.
હર શણગાર અધુરો, બીન સાજન સાથ.
‘કાજલ’ ડંખે આ શણગાર, માંગુ પિયુ તારો સાથ.
વિજોગણ હું સોહાગણ રુપે, આપ પિયુ જીવનભર સાથ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
શૈશવ મારુ અણમોલ, દુનીયા થી બેખર.
જીવી લઉ પુરુ જીવન, આ થોડા વરસ.
પગ મુકયો યૌવન ના ઉંબરે, બંધન નાખશે અનેક.
ચાહુ તે કરવા ની ઉમ્ર, નહી આવે પાછી હાથ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply