હાથો માં લીધી માટી ને તેને ગુંદવા લાગી..
કુભાર ના ચાકડે તેને ચડાવવા લાગી
માટી માં થી મુરત બનાઉ વીચારવા લાગી
તસ્વીર જે મારી પાંપણો માં કૈદ છે..
તેને મુતીઁમંત કરવાનુ વીચારવા લાગી.
શીલ્પી ની જેમ તેનો ધાટ ધડવા લાગી.
મુરત જે બંધ આંખો માં સમાયેલ તેને ઉતારવા માંડી..
પણ…
હાથ ને માટી નુ સંયોજન થઇ શકયુ નહિ..
માટી તો માટી જ રહી..
મુરત બંધ આંખો માં જ રહી ગઇ..
સવાર થતા આંખ ખુલી ગઇ..
સુરજ ના પ્રસરતા કિરણો માં તે પ્રસરાઇ ગઇ.?
હુ તો માટી માં સાકાર કરવા ગઇ તી.
આતો પુરા બ્રમ્માંડ માં ફેલાઇ ગઇ.
નજર મારી જયાં જયાં પડે…
સવઁત્ર તેજ દેખાયા કરે..
આને શુ કહેવુ “કાજલ” મારે
સ્વપ્ન,દિવાસ્વપ્ન કે ભ્રમણા મારી?
કાના કેમ નજર આવે સવઁત્ર તુજ મને?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply