આપનો સાથ મને હરક્ષણ યાદ આવે,
દપઁણ સામે આવુ ને આપની યાદ આવે.
મારા ઝાંઝર નો રણકાર, બંગડી નો ખનકાર યાદ આવે,
ભાલ ની બિંદીયા ને માંગ નુ સિદુંર આપની યાદ આવે.
મારી સાડી નો પાલવ, અંબોડે ગજરો આપની યાદ આવે,
કાન કુંડણ ને નાક કેરી નથ આપની યાદ આવે.
મંગલસૂત્ર ને આ હાર પણ આપની યાદ આવે,
મારા શ્ર્વાસ ના હર ધબકારે આપની યાદ આવે, .
છતા તમે કહો છો? હું યાદ કરતી નથી,
‘કાજલ’ પર આ આરોપ પણ, આપની યાદ આવે.
હું ખોવાઈ ગઈ તમારા માં એ ક્ષણ યાદ આવે,
અને વરસો પછી આવેલ વાળ ની સફેદી આપની યાદ આવે.
ચહેરા પર ની કરચલી ને આંખ નીચે ના કુડાણા યાદ આવે,
પ્યાર તમારો સાથ રહયો છેં સદા, એ વાત હર વાત યાદ આવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply