ચંદ્ર માં ની કળા જેમ જીવન વહી જાય.
ને ચાંદની શીતળ મધુકર રહી જાય.
સૂયઁ ના પ્રખર તાપ જેમ દિવસો ખસી જાય.
ને વાદળ બની છાંવ જીવન માં ઢળી જાય.
જીદગી તો પડછાયા જેમ બની જાય.
કયારેક ટુંકી કયારેક લાંબી રહી જાય.
તંબુરા ના તાર જેમ જીંદગી બાંધી જાય.
નહી અતિ ઢીલ નહી ખેંચ, મધ્યમ બની વહી જાય.
સાગર ના મોજાં જેવી ઉછળપાટ રહી જાય.
ને જીદગી સરિતા જેમ જેમ જેમ ખળખળ સરી જાય.
શું ‘કાજલ’ આ જીવન આમજ પુરુ સરી જાય.
ના!એતો આમજ જીવન જીવી જાય.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply