ચાલ હવે, ભેદ ભાવ ભુલી થોડુ સહચયીઁ એ.
આજ હવે, બધુ ભુલી એક નવો પંથ કંડારી એ.
ચાલ હવે, થોડી થોડી નવી ઓળખાણ કરી એ.
આજ હવે, રસ્તા જયાં પુરા થાય ત્યાંથી શરુ કરી એ.
ચાલ હવે, સમય ના થર ની ધુળ ને ખંખેરી એ.
આજ હવે, જુની વાતો ને નવુ રુપ આપી એ.
ચાલ હવે, ચાહત નો ઉત્સવ મનાવી એ.
આજ હવે, ફુલો ની ફોરમ થી જીવન મહેંકાવી એ.
ચાલ હવે, ‘કાજલ’ નવા સાજ- શણગાર સજી એ.
આજ હવે, આ તહેવાર ને મનભરી મનાવી એ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply