ડંખ મને ડંખ્યા કરે સતત.
વિચારો આવ્યા કરે સતત.
દરદ મને કોતયાઁ કરે સતત.
યાદો હલચલ મચાવ્યા કરે સતત.
સમય યાદ ન રહે સતત.
ઘડિયાળ નો કાંટો ફરયા કરે સતત.
અંધકાર જગત પર ફેલાયા કરે સતત.
મન ના ઉભરા બહાર આવવા મથે સતત.
કડવાશ વાણી ની ખુચ્યા કરે સતત.
શબ્દો ના બાણ એના વાગ્યા કરે સતત.
શું થશે કલ્પી ન શકાય સતત.
‘કાજલ’ મહેનત કરયા કરે સતત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply