ડુગ ડુગી બાજે મદારી નાચ નચાવે… ડુગડુગી બાજે..
મન મકઁટ નાચે તાતા થૈયા… ડુગડુગી બાજે..
મદારી ખેલ નવા નીત નીત કરાવે… ડુગડુગી બાજે…
ડોર તો તેની પાસે રાખે.. ડુગડુગી બાજે …
ખેલ પુરો ને સંકેલો કરે મદારી… ડુગડુગી બાજે..
મન મકઁટ લાચાર બની કિરદાર નિભાવે… ડુગડુગી બાજે. ..
આમ રોજ નીત નવા કિરદાર કરાવે… ડુગડુગી બાજે..
રોજ રોજ નવા નવા કરમ બંધાવે… ડુગડુગી બાજે..
‘કાજલ’ ચેતવે જીવડા ચેત તુ હવે… આ સમય રુપી ડુગડુગી બાજે ..
હંસલો કાલ ઉડી જાશે વેશ નવા લેવા ને કાજે… ડુગડુગી બાજે…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply