ડર આ ડર મને પાગલ કરશે
ખબર છે આ સ્વપ્ન છે . ડરવાથી ડરના થાય દૂર,
હાથ પગ પાણી પાણી થાય
અવાજ મારો રુધાય
શરીર મારુ પ્રશ્વેદ મા નહાય
આંખો મારી ચકળ વકળ થાય
અજ્ઞાત ભય સામે થરથર કાપુ.
ન જોયેલ દ્રશ્ય નજર સત્ય માને.
અંધકાર મારો દુશ્મન લાગે.
મગજ પર ભય નુ સામ્રાજ્ય છવાય
મને હું ખુદ જ અનજાન લાગુ
સ્વજન પોકારે નામ મારુ
હું બાવરી બની તેમને તાકુ
‘કાજલ’ મન પરથી અંકુશ ગુમાવી.
જાત થી સંધષઁ રત રહેતી..
અજ્ઞાત સામે અસહાય નિરુપાય થાતી.
મદદ ની આશ માં અંતર માં ઉતરતી જાતી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply