તારી વિખરાયેલ ઝુલ્ફો ને સંવારી લેવા દે.
તારી આંખો માં મને મારી તસ્વીર જોઇ લેવા દે.
તારી બાંહો માં મને આમ સમાઇ જવા દે.
તારા અધરો થી મારા અધરો મિલન થઇ જવા દે.
ઉર માં તારુ નામ છુપાયુ તે લઇ લેવા દે.
સપના રોજ કનડે, પ્રેમ મને કરી લેવા દે.
મુલાકાતો આપણી રોજ થઇ જવા દે.
કયારેક હસ્ત માં હસ્ત લઇ ફરવા દે.
દાદાગીરી લાગે તને મારો પ્રેમ તો કરી લેવા દે.
‘કાજલ’ ને તારી બની હવે જીવી લેવા દે.
તારા હ્રદય માં હુ વસુ તો કેમ તોડુ એ કહેવા દે.
મને તો તારા હ્રદય મા ધડકન બની ધડકવા દે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply