તારા વાંકડીયા વાળો માં મન અટવાયું.
તારી મદભરી આંખો માં મન અટવાયું.
તારી બાંકી અદા ઓ માં મન અટવાયું.
તારા ઝુલ્ફો ની ઉડતી લટો માં મન અટવાયું.
તારી આંખો ના ઈશારે મન અટવાયું.
તારા હોઠો ની લાલી માં મન અટવાયું.
તારા દંત ની સૂરાવલી માં મન અટવાયું.
તારા નામ ના રટણ માં મન અટવાયું.
‘કાજલ’ ભુલી પડી ગઈ નામ લેતા કે મન અટવાયું.
કે તારા તારા માં જ મારુ મન અટવાયું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply