દરિયા ની રેતી માં એક ધર બનાવુ.
નદી ની માટી તેમા લીપાવુ.
સંધ્યા ના મેધધનુષી રંગો પુરાવુ.
એમાં મારા સ્વપનો નો સંસાર સજાવુ.
દરિયા ના મોજા તેને તાણી જાય તેની રાહ જોઉ.
મોજા ના ફીણ ને શંખલા તેના પર વેરાય તે જોઉ.
બંધ આંખ આંખ આંખ ખુલી જાય ને મને એકલી જોઉ.
દરિયાને મારા મા સમાવવા દોડી જાઉ.
નદી માફક સમાવવા થનગની જાઉ.
આશા ના રંગો ને મોજા સાથે મીલાવી જાઉ.
“કાજલ ” દરિયો બની ને રેતી માં વેરાય જાઉ.
કે તારા ચરણો ની છાપ મારા માં છપાઈ જાય.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply