તુ પુછે છે શુ જુએ છે?
પણ હુ તારી વાતો માં ખોવાઇ ગઇ.
શબ્દો તારા- મારા મન પર અથડાતા હતા.
ને હુ ખોવાઇ ગઇ તી ખુદ માં.
હા! જયારે હુ પણ આમજ…….
હા! હુ જીવુ છુ તારા માં હુ બની ને..
જયારે ગુસ્સો કરુ છુ ત્યારે…
મને હુ જ ખોખલી લાગુ છું.
ને યાદ આવે છે…મારી ‘માં’…
ઇતિહાસ નુ પવનરાવતઁન….
મારા જ શબ્દો ..
તારે મોઢેસાંભળુ છુ…..
કશુ નથી બદલાયુ .. નથી બદલાતુ…..
હુ મારા પુસ્તકો માં બધુ ભુલતી …
તુ આજ તારા મોબાઇલ માં બધુ ભુલતો..
કશુજ નથી બદલાયુ….કયારેય નહી બદલાય….
પુનરાવતઁન જીવન નો નિયમ જ….?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply