તારી સાથે જોડાયેલ યાદો ની વાતો, અઢળક વાતો.
ભેગુ કરયુ છે બધુ સમય ની સાથે, કહેવા ની વાતો.
દીવાળી એ સાફ કરુ ઘર ને સાથે, સફાઇ ની વાતો.
મન પર જાળા બાઝયા યાદો ના થર પર, તે સમયની વાતો.
સુખ – દુખ ભાવ – અભાવ ના ચક્કર ચાલ્યા, તેની વાતો.
યાદ ને ફરિયાદ ચાલ્યા કરી જીદગી ભર, તેની વાતો.
કહુ ના કહુ મુંઝવળ કરી, તે મુંઝવળ ની વાતો.
તારા થી કેમ છુપાવુ? તુતો ચહેરો વાંચે, તે વાંચવા ની વાતો.
‘કાજલ’ ખુલ્લી કિતાબ બને વાંચ તુ મને, તેની વાતો.
હર પળ પલટાતી, વિખરાતી, સમેટાતી, જીંદગી ની વાતો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply