ન જાણ્યુ જાનકીનાથે એવુ તો કહયુ હશે કેટલીવાર.
પણ જયારે જયારે પડી વિપત જાણ્યુ હશે કેટલીવાર.
રામનામ લીધુ હશે દુ:ખ માં હરવખત
પણ સુખ માં લીધું હશે કેટલીવાર.
નિષ્ફળ ગયે નશીબ ને દોષ દીધો હશે,
સફળતા માં નશીબ ને માન દીધું હશે કેટલીવાર.
જીવન માં સરવાળા કરયા હશે,
પણ બાદબાકી કરી હશે કેટલીવાર.
આ જીવન નો તો વિચાર કરયો હશે,
મૃત્યુ ને સાથઁક કરવાનો વિચાર કરયો હશે કેટલીવાર.
આમ દુ:ખો તો દીધા હશે લોકો ને ધણીવાર.
‘કાજલ’ પણ ભાગ લીધો હશે કેટલીવાર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply