ધ્યાન મગ્ન
સ્થિરતા, અહેસાસ
નિત્ય આભાસ.
પ્રવાસ રત
શોધ્યા, કયોઁ મંઝીલ
ખુટી રાહ જ.
મારી સફર
તુજ થી મુજ સુધી
પહોચુ પુરી.
સાગર તટ
સૂયાસ્ત માં વિલિન
આશા સવઁસ્વ.
પુજયા દેવ
માનતા વારંવાર
છતા નાસ્તિક.
પલક બંધ
સંસાર નવો શરુ
ખુલી ગાયબ.
કદાચ કાલ
અહી રહુ ના રહુ
શબ્દો હયાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply