નથી થાવુ મારે સીતા રામ ની.
તોય રોજ આપુ અગ્નિપરીક્ષા ચારિત્ર માટે.
નથી થાવુ મારે સાવિત્રી સત્યવાન નીય
તોયે રોજ લડુ યમરાજ સાથે પ્રાણ રક્ષા માટેય
નથી થાવુ અહલ્યા શીલા માંથી મારે.
તોય રોજ બનુ શબ્દો ના ભાર થી શીલા સ્વજન માટે.
નથી થાવુ કુષ્ણા કે યાગ્નેયી.
તોય નજરો થી ચીરહરણ અનુભવુ સન્માન માટેય
નથી થાવુ મારે વૃંદા કે તુલસી.
તોય રોજ છેતરાવ જીત માટે.
નથી ગણાવુ જગતજનની, શક્તિ રુપ નારી અનેક.
તોય રોજ કનડે ને રોદે તેના પગ તણે.
પુરુષાર્થ ના ગાણા ગાનાર સ્ત્રીઆથઁ ભુલી જાય.
તોયે સંસાર ના ગણે તેના ગૃહિણીધમઁ ને.
‘કાજલ’ સ્ત્રી ના સન્માન કાજે શું શું કરે.
માન ઇનામ થી નવાજે દેખાડા માટે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply