પ્રશ્ર્નો અગણીત પ્રશ્ર્નો
ધુુમરાયે રાખે આસપાસ.
વાતવાત માં અનેક ઉદભવતા પ્રશ્ર્નો આસપાસ.
પ્રત્યુતર ની આશા માં અનુતર જ રહેતા આ પ્રશ્ર્નો આસપાસ.
કેમ?શુ? કયારે?કોને? કેટલા સવાલો આ પ્રશ્ર્નો આસપાસ.
પ્રશ્ર્નો ની સાથે ઉદભવતા પ્રતિપ્રશ્ર્નો ચોપાસ આસપાસ.
હંમેશા આ ચારે તરફ ધુમરાતા ફંગોળાતા પ્રશ્ર્નો -પ્રશ્ર્નો જ આસપાસ.
બાળકો ના પ્રશ્ર્નો, ઘર ના, નોકરી ના, કામ ના પ્રશ્ર્નો આસપાસ.
ગલી ના, ગામ ના, શહેર ના, રાજય ના, દેશ ના, વિશ્ર્વ ના પ્રશ્ર્નો જ આસપાસ.
કયાં પહોચવુ કયાં થી જવાબ દેવા આ પ્રશ્ર્નો ને પ્રશ્ર્નો જ આસપાસ.
મન ને મુઝવતા, કયારેક રડાવતા, કયારેક હસાવતા જીદગી નુ હાદઁ આ પ્રશ્ર્નો આસપાસ.
‘કાજલ’ એક પ્રશ્ર્નાથઁ ચિહ્ન બની ગઇ આ પ્રશ્ર્નો વચ્ચે જવાબ શોધે આ પ્રશ્ર્નો આસપાસ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply