પાછી હું જૂની યાદો ને ખોલી બેઠી, થઈ ગઈ ભરી ભરી
પાંપણે બાંઝયા યાદો ના ઝાજવા ને, હું થઈ ગઈ ભરી ભરી
ચશ્મા લુછયા, ને પહેયાઁ પાછા ને હું થઈ ગઈ સાવ અવાક,
ભીતર થી પડધા પડયા કેમ છે કિરણ, હું થઈ ગઈ ભરી ભરી
અંદર આવુ ને, તો બધે સુનકાર ને હું પણ સાવ ખાલીખમ.
તારા અવાજો ના પડધા સાંભળું, હું થઈ ગઈ ભરી ભરી
કાન દઉ સાંભળવા, તારા અવાજને પણ નીરવ શાંતિ ને,
જૂની યાદો ના ટોળા વળ્યા હું થઈ ગઈ ભરી ભરી
હું જઇ ભળુ યાદો ના ટોળે ને, ખાલી મેદાન ને હું ખાલીખમ.
‘કાજલ’ ભીતર ધુધવે યાદો નો દરિ યો, હું થઈ ગઈ ભરી ભરી
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply