ભીતી ડરાવે હંમેશ ..તે શુ કેશે?
વાત કરતા ડરે કે ..તે શુ કેશે?
લોકો સામે સ્મિત રેલાવ્યુ ને ..તે શુ કેશે?
વાત કરી કોઇ અજાણ્યા સાથે કે..તે શુ કેશે?
અનહદ ચાહ છતાં હંમેશા ડર કે..તે શુ કેશે?
પરસ્પર ના વિશ્ર્વાસ ની પરીક્ષા જ ..તે શુ કેશે?
પહેલા પિતા, પતિ, પુત્ર -પરિવાર..તે શુ કેશે?
કયાંક મિત્રતા નો ડોળ ને સગાં સવઁ .. તે શુ કેશે?
હર હંમેશ એક જ વાત મન માં ..તે શુ કેશે?
અધઁ જીંદગી જીવ્યા ખુટી વાટ તો પણ ..તે શુ કેશે?
સાથી બન્યા ભેદ ખુલ્યા, ખોલશે તોય..તે શુ કેશે?
‘કાજલ’ ક્ષણ-ક્ષણ એક જ વિચાર .. તે શુ કેશે?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply