મન ગોકુલ મન જ વ્રજમંદિર
મન કુષ્ણ મન જ રાધા ગોપી
મન રામ મન જ રાવણ
મન સુખીયા મન જ દુ:ખીયા
મન જ સવાલ મન જ જવાબ
મન જ તાળુ મન જ ચાવી
મન સજઁન મન જ વિસજઁન
મન કતાઁ મન જ ભોગ્તા
મન કુદરત મન જ પ્રકૃતિ
મન શિવ મન જ જીવ
મન સ્વસ્થ મન જ બીમાર
મન પ્રકાશ મન જ તિમિર
મન આશા મન જ નિરાશા
મન કાજલ’ મન જ કિરણ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply