મિત્રો
ફેસબુક
કોમેન્ટસ, લાઇકસ
આભાસી દુનીયા
શુભ સવાર શુભ રાત્રી ના સંદેશ
પણ કયાં છે?
આમાં ખુદ નો અહેસાસ
એકબીજા ની પોસ્ટ ને શેંરીગ
કોપી પેસ્ટ જ ને
કયાંય નથી આમાં
મારા હોવા પણા નો અહેસાસ
છતાં એક બેચૈની એક ખાલીપા નો ભાવ.
શુ હુ પણ એડીકટ બની?
નશો ચડયો આ ફેશબુક ને સોશ્યલ મીડીયા નો…
‘કાજલ’ ચક્કરાવે ચડી આ
ભુલભુલામણી દુનીયા ની.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply