મારી અંદર સમાવેલ એક પાગલ દરિયો.
હું હું મટી ને બની ગઇ છું એક પાગલ દરિયો.
ઝંઝાવતી પવનો ને લઇ પોતા મા સમાવતો ફરતો દરિયો.
અખુટ રત્નો પોતાના માં છુપાવતો દરિયો.
જીવન ની ખારાશ નુ પ્રતીક બની સઘળી સમાવતો દરિયો.
ખુદ ખારાશ રાખી મીઠાશ જીવન ની અપઁતો દરિયો.
આસપાસ મારી ધુધવતો તોફાન સમાવતો દરિયો.
‘કાજલ’ ની કાળાશ ને પોતાના માં છુપાવતો દરિયો.
કયાંય અંત નથી એવા આ વિચારો નો દરિયો.
ક્ષીતીજ ની પેલે પાર છે એક ઘર કહેતો દરિયો.
નવી આશ નીશદિન મારા માં જગાવતો દરિયો.
ભરતી ઓટ ક્રમ જીવન નો સમજાવતો દરિયો.
હુ હુ મટી બની જાવ સમગ્ર રહસ્ય સમાવતો દરિયો?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply