કેડી એ કેડી એ ડગલે ને પગલે કંકર કંકર વીણ્યા.
ફુલો કેરી જાજમ બીછાવી માગઁ તળે હવે…
કયાંક કોઇ કંટક કંકર તમને ચુંભે નહિં.
તેની કાળજી એ રક્ત ના ટશીયા સહયા હવે.
માગઁ તમારો સુખ સમૃધ્ધિ નો ફુલો થી આચ્છાદીત રહે હવે.
જીવન માં તડકા છાયા પણ સ્પઁશી ના શકે તમને એ આરઝુ હંમેશા કરી હવે.
પણ કયાંક થી ઠોકર વાગી ને કંકર કંટક ચુંભી ગયો તમને હવે.
એ ચુંભન એ દરદ એ અહસાસે હવે
તમને અચાનક જીવન ના સત્ય નુ દશઁન કરાવ્યુ જાણે હવે.
કે આ સંસાર જીવન મોહ માયા, સુખ, સ્વજનો, મહેલો ને રાજપાટ એ સ્વઁસ્વ નથી હવે.
અને એ કંટક તમારા જીવન માં ચુંભી રહયો તમને હવે.
અને અચાનક પરિત્યાગ કરી તમે કંટકો ને કંકરો ને ફુલો નો માગઁ માની ચાલી નીકળ્યા હવે.
એ આત્મજ્ઞાન હતુ કે શુ હતું? કે પછી જીવન સત્ય ની પહેચાન હતી…
ઓહ ! એ બુધ્ધ નુ મહાભિનિષ્મકરણ કયારે પામશુ.?
‘કાજલ’ આ માનવ સમુદાય માં કયારે કોને થશે હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply