યુગો યુગો થીઅનંત પ્રતીક્ષારત
સ્તંભી ગઈ છે દ્રાર પર
સત્કારવા આગંતૂક ને
અશ્રુતોરણ, મ્લાન મુખ,
પથ્થરાઈ બેજાન આંખે,
અઘઁ બીડેલા હોંઠ..
જાણે સાદ અટકી ગયો..
શીલા થી અહલ્યા બનવા.
સતયુગ થી કલયુગ સુધી
‘રામ’ તારી પ્રતીક્ષા..
રામ તારા એક ન્યાયે…
હજારો સીતા ની અગ્નિપરીક્ષા…
યુગો યુગો અનંત અગ્નિપીડા,
ના! નથી જરુર રામ ની..
મને તો પ્રતીક્ષા ‘ક્રુષ્ણ’ રુપી સખા ની..
જે એક આતઁનાદે ચીર પૂરે
‘સખી’ ના હર દુઃખ નો સહભાગી..
અનંત યુગો થી પ્રતીક્ષા રત
આગંતુક તારા આગમન ની..?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply