મોબાઈલ ના મેમરી કાડઁ ના,
એક ફોલ્ડર માં.
સચવાયેલ અનેક તસ્વીરો,
કારણ વગર લીધેલ સેલ્ફી.
ડીલીટ કરવા જાવ પણ,
મન ના થાય.
fb પર ની અપલોડ ws ના dp,
એક એક તસ્વીર સાથે.
યાદ આવે અનેક comments.
સ્માઈલ કયાં? ઉદાસ છો?
જાજરમાન,
look like queen,
not good,
good mood.
અને આજ યાદ આવે છે,
આજ બધુ જ.
ડીલીટ ઓલ સાથે બધુ બ્લેક,
પણ શું શકય છે?
સાચે બ્લેક કરવું?
Card formet થશે,
શું યાદો……formet કરી શકાય ખરી??
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply