મે હળવી હગ માગી, તમે કચ કચતું આલિંગન આપ્યુ.
મે એક ફૂલ માગ્યું ને, તમે મને આખું ઉપવન આપ્યુ.
તમારી આંખ માંથી એકાદ પરવાળા સમું મોતી ખર્યુ ને,
અને તમે મને પ્રેમ સાગર માથી નિકળ્યું રતન આપ્યું .
મે માગ્યો સાતપગલા નો સાથ ને, અને તમે મને જુઓ
સાત સાત જન્મો સાથ રહેવાનુ સત વચન આપ્યું .
મે માગ્યો તમારા સુખ દુ:ખ માં રહેવા સરખો ભાગ ને,
અને તે પ્રેમ થી છલો છલ છલકાતું આખું જીવન આપ્યું
માંગ્યો મે તમારો અતૂટ વિશ્ર્વાસ ને, સાથ સાથ રહેવા .
સાત સાત જન્મો સાથ રહેવાનુ એક અતૂટ વચન આપ્યું
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply