વિશ્ર્વ પંથીક
શ્રમીત, મજબૂત
જગ ઉજાસ.
નવલ દ્રષ્ટિ
ક્ષણ માં, બદલાયું
વિશ્ર્વ અમારુ.
ભીંતે તિરાડ
પુરાય, સીમેન્ટ થી
તુટયું મન?
સાક્ષી ભાવ જ
સદા, જીવન વીત્યું
સાકાર જન્મ.
સંવાદ તુટ્યો
રાહ, બદલાઇ કે
અજાણ લોક.
જન્મો જન્મ ની
કસમ, તુટી ક્ષણ
પ્રવેશ બીજો.
દપઁણ તુટ્યુ
વેરાય, પ્રતિબિંબ
ભિન્ન ભિન્ન જ.
કેફ ઝેર નો
ઉતારુ, વિજોગણ
પ્રીત વેરણ.
સહજ આમ
વહેતા, અશ્રુજળ
કીધી કહાણી.
એકજ વાર
ક્ષમા, વારંવાર ની
શ્રમીત મન.
કહું ના કહું
સચ જુઢ પારખા
કાયમી જુદા.
જાણ પીછાણ
પળ માં, બદલાઇ
જૂદા તું ને હું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply