સુંઠ ના ગાંગડે ગાંધી થવા હુતો બેઠી.
સાચા સાચા ખોટા મારા અનુભવો લખવા બેઠી.
હાયકુ, મુકતક, છંદ, પ્રાસ, કે મક્તા ના ભેદ ના સમજાય.
ને હુંતો આમજ જોડકણા રચવા બેઠી.
નિજાનંદ ખાતર લખ્યુ મેં, સચ જૂઠ ને ભેગુ કરયુ,
હું તો ખોટી વાહ- વાહ લુટવા બેઠી.
શબ્દો મારા -મારા પોતાના અનુભવો ના,
ને તેને માળા ના મણકા માં પરોવવા બેઠી.
શબ્દો કયાંક કયાંક ખોખલા લાગે, ભાષા પરાયી.,
છતાં એક એક રચના રજુ કરવા બેઠી.
‘કાજલ’ આવડે નહિ કશું, શુન્ય થી આગળ ને,
મન માં ભાર સવાયો રાખી બેઠી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply