સુર્ય ની સોનેરી કિરનો
બગીચા ના હિ઼ચકા
સાથે ચા ના મગ મા થી ઉઙતી બરાળ
અને મન મા ઉઙતા વિચાર
તારી આંખોની ચમક
તારા મુખ પર ના ફેર-બદલ થતા ભાવ
પીડા, .. હર્ષ, .. શોક, .. દુખ..
ને ચાલતી તારી કલમ.
સામે બેસી ને એકટક તને જ નિહારતી રહુ,
આ મારા જીવન ની અવિશ્મરણીય પળ
તારા જીવન ની સહભાગી
તારી યાત્રા ની સાથી
તારી પ્રસંશક
તારી મિત્ર બની ને
કેમેરા ની ક્લીક થી યાદો મા મઠેલા આ ફ્રેમ ને જોઈને વિચાર આવ્યુ
શુ એમા કૈદ થશે?
આ પ્રસ્વેદ ના બુંદો
તારા ચેહરા ઉપર ઉડતી તારી વાંકડયુ લટ
અને પળ પળ બદલાતી એજ તારી ભાવના..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply