હું તમારા બોય ફ્રેન્ડ પ્રશાંત ની વાઈફ ની
હેસિયત થી, દીપા શર્મા મેસેજ આપું છુ
કે પ્રશાંત સ્ટર્લીંગ હોસ્પિટલ ના ICU માં છે
તેની બધી જૂની યાદો તારી તરફ અને મોત
તની તરફ આવી રહ્યું છે બોલી નથી શકતો
પણ ઈશારા થી મને સમજાવે છે વેદા ને બોલવ
તું ભરૂચ થી નીકળીને અમદાવાદ નીકળ ત્યારે
પ્રશાંત માટે તેની લાંબી લાઈફ ની પ્રાથના
અને મૃત્યુજ્ય મહાદેવ ના મંત્ર જાપ કરજે.
હું સ્ત્રી છુ એટલે જાણું છુ કે પ્રથમ પ્રેમ જલ્દી
ભૂ લાતો નથી ‘-તમારી દીપા શર્મા
મારી છેલ્લી કવિતા વેદા જોષી ને-
હોસ્પિટલ ના ICU વોઁડ માં,
૨ નંબર ના બેડ પર હું સુતો હઇશ
મારા ચિત્કાર, કણસવા ના અવાજો શાંત થઈ ગયા હશે,
જાણે પીડા શમી ગઈ, ને શાંતિ થઈ.
પણ સામે ખુરશી પર બેસેલ મારી પત્ની દીપા શર્મા,
જોઈ રહી છુ મારા દેહ ને વીટળાયેલ નળીઓ.
મારો જીવ તરફડે છે બોલવા મ થે છે
રડવા ચા હે છે, ચીસો પાડવી છે.
પણ તું વેદા કયાં સાંભળે એમ છેં?ને તારી આસપાસ ચક્કર મારતુ.
મારા ચહેરા પર છે એજ તારું ટ્રાવેલિંગ હાસ્ય,
કયારેક મારી ઉઘડતી ને બંધ થતી આંખો.
પણ એમાં મને દેખાય છે મારુ વિશ્વ.
હું તરફડીશ, પીડાતો રહીશ…
તારી સામે અનિમેશ તાકી રહીશ
કયારેક તો હું જાગીશને?….
જાગીશ ને?
તારા ગમતા લાલ ગુલાબ ને લઈ,
મને સત્કારવા .આવીશ ને વેદા પ્રિયે?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply