ચક…ચકલી
વિસરાયુ ફળીયુ
દાણા વેરાય.
—
પંખી આંગણે
કલરવ સંગીત
મજ્જા ખોવાણી.
—
મોર ટહુકા
વષાઁ આગમને, લ્યો
ટહુકા શોધો.
—
ઇંટ પથ્થર
મકાન,બનાવ્યા ત્યાં
હું ધર શોધુ.
—
વિશ્ર્વ પ્રવાસી
સ્પશેઁ રંગભેદ ને
ધમઁ ખોવાયો.
—
સંવાદ રચ્યો
ભાષા વિહિન જયાં
મૌન બોલતુ
—
આવવુ જાવુ
એકલા,ખાલી હાથ
ઝંઝાંળ ઝાઝી.
—
બાંધી બુકાની
ઓળખ છુપાવી ને
સજ્જ સવારી.
—
ચડયો કૈફ
ચાહત,તણો જયાં
હું વિસરાઇ.
—
શ્ર્વાસે શ્ર્વાસે તું
સ્પંદન તારા સ્પશેઁ
શુ કહું…પ્રેમ?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply