આજ કરું વિશ્ર્વાસ ને?
એવું કે ભરું તને શ્ર્વાસે ને.
બને એમ પણ બને
હું જ તરછોડી દઉં મને..
દરિયાની રેતીમાં પગલા માડું ને..
મોજાની મસ્તીને ભીતરમાં ઝાલું ને…
બને … એમ પણ બને,
હું જ તરછોડી દઉં મને.
વાદળી બની વરસ્યા કરું ને.
લાગણી આ ભીની તરસ્યા કરું ને.
બને .. એમ પણ બને.,
હું જ તરછોડી દઉં મને.
બંદગી માટે હાથ ફેલાવ્યા કરું ને..
ગગને દ્રષ્ટિ નાખ્યાં કરું ને.
બને… એમ પણ બને.
હું જ તરછોડી દઉં મને.
આંગણે ઉભી રાહ જોયાં કરું ને.
કાગ ને માથેથી ઉડાડયા કરું ને..
બને …એમ પણ બને.
હું જ તરછોડી દઉં મને.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply