બીજી ઈનીંગ્સ..
જિંદગીની તપતી ધૂપ પસાર કરી..
હવે થોડી છાંવ આ મળી.
જિંદગીભર દોડધામ કરી..
કયારેક અભ્યાસ, નોકરી ધંધો, ઘર પરિવાર, બાળકો માટે મહેનત કરી..
ફૂરસદની પળો સરકી ગઈ હાથમાં થી,
ઉમર ખાસી વીતી ગઈ .. ઝાઝી ગઈ થોડી રહી..
ચલ હવે આ નવરાશ મળી..
જિંદગીની બીજી ઈનીંગ્સ શરુ કરીએ?
સપના થોડા જોયા હતા જાત માટે..
શોખ કયારેક અધૂરા મૂકયા હતા..
આજ હવે પૂરા કરીએ..
સ્વ સાથે સ્વજન સંગ સાથ સૂહાનો માણી લઈએ.
ઉંમર પચપનકી દિલ બચપનનું સાબિત કરી દઈએ.
હાથમાં હાથ લઈ મંજિલ નવી રાહ નવી ખેડી લઈએ.
અધૂરા શોખ અરમાન પૂરા કરી લઈએ.
સપના જોયા હતા તે સપનાને હકીકતનું રૂપ આપી દઈએ.
બંધન છોડી થોડો નિરાંતનો શ્ર્વાસ ભરી લઈએ.
કાજલ ચલ હવે આજને જીવી લઈએ..
કાલની ફિકર છોડી આજને માત્ર આજમાં જ જીવી લઈએ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply