વિનંતિ
અલ્યા વરસાદ તને શું કહેવું મારે..?
આ વરસે તું અનરાધાર.. હા , મને ગમે તું અનરાધાર વરસતો..
તારું વરસવું મને હંમેશ ગમતું …
પણ ,
આ સૂર્યનો શું વાંક ? કેમ તેના કરે દર્શન દુર્લભ?
આ ધરતીના સજીવો કરે પોકાર..
નદી તળાવ સરવર કહે ..
અરે વ્હાલા થોડો થોભ..
જીવનની સમતુલા કાજ લે થોડો વિશ્રામ..
મારા વ્હાલા વરસાદ વિનવું તને આજ..
માનીશને મારી વાત..
કારણ તારી ને મારી પ્રિત પૂરાણી..
ચાતકને મેહની કહાણી..
બસ કર , કર ખમૈયા મારા વ્હાલા..
કર ખમૈયા વ્હાલા…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply