વિચારો
મનમાં ઉમટયો વિચારોનો રાફડો..
જાણે એકધારી ગતિ અે જતી કીડીઓની કતાર?
કલમ મારી સાથ પુરાવતી કરે જુગલબંધી.
કાગળો તેમાં કરે મેઘધનુષની પૂર્તી.
કલમ મારી સ્વૈરવિહારી મૃકત બની વહેતી..
શબ્દો આઝાદ બની નિત્ય નવલ સ્પંદનો આલેખતા..
મનની ભાવયાત્રાના સાક્ષી જ બનતા.
એક વિશ્ર્વ જે ધબકતું મારી ભીતર..
જીવંત બની અવતરણ પામતું..
આમ જ કાયમ મૃકત ગગને વિચરતા.
મનનાં પિંજર થી આઝાદ બની સ્વ ગગનમાં ઉડતા.
વિચારોનું આ અલગ વિશ્ર્વ ..
સ્વપ્ન સમાન લાગતું ..
ઉતરી કાગળ પર સ્વપ્ન સાકાર ..પામતું ?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply