અછાંદશ
સમજાઈ કયાં આ લાગણી.?
મન ભીનું સંવેદનાઓ થી,
યાદોની ખારાશ કે ભીનાશ સંબંધોની?
કયાં કંઈ સમજાઈ?
યાદો સાથે ભૂબ તોફાન મચાવે..
આ વરસાદ..
આંખોમાં થી વરસતો ..આ વરસાદ…કે સાદ,
યાદોના વમળમાં ઘુમરીઓ ખાતી..
આંખોની ભીનાશ ત્યારે કયાં છુપાવી શકાય?
અંતરની વ્યથાને મુખવટો પહેરાવું .
દિલના આ સંબંધને કયાં નામે બોલાવું?
લાગણીની વહેતી સરવાણી ..
બોલને …
હવે કાન્હા તને કયાં નામે બોલાવું ..
કાન્હ કહું ને રાધા દેખાય,
હરિ કહેતા દેખાય હરિપ્રિયા..
હુંતો તારા નામની દિવાની વ્હાલા…
બોલ ..
હવે કયાં નામે તારી ઓળખ કરાવું?
તારી મુરત સતત નજરે રહેતી.
સુધબુધ ભૂલાવી .
હૈયેને હોઠે સતત તારું જ નામ રહેતું.
કાજલની આંખો તુંજ દરશન માટે જ તરસતી.
આંખોમાં છબી તારી છુપાવી …
કેમ રોકે આ વરસાદ?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply