( कटाव छंद 8 मात्रा 4 વાર)
16 ga
એક દિવસ ફળિયામાં આવી એક સુનેરી પંખી બોલે,
હળવે હળવે પૂંછ હલાવી એક સુનરી પંખી બોલે.
ધીરે ધીરે આંગણ આવી એક સુનેરી પંખી બોલે,
આગળ પાછળ ફરતું નાચી કેવું પ્યારું એતો ડોલે.
ઘરમાં આવી દાણા ચણતું ફરતું ચરતું એતો બોલે.
ધીરે ધીરે આંગણ આવી એક સુનેરી પંખી બોલે.
થોડું થોડું ગમતું એતો કેવું સાથે પ્રેમે રે’તું ,
ગીતો એવા ગાતું તેની સાથે ભવનો નાતો કે’તું.
ધીરે ધીરે આંગણ આવીએક સુનેરી પંખી બોલે.
નભમાં ઉડતું પળમાં દૂરે જાતું મનમાં યાદો ભરતું ,
આત્મા તેની સાથે જાતી, ભવભવના ફેરા તે કરતું .
ધીરે ધીરે આંગણ આવીએક સુનેરી પંખી બોલે.
કેવું કેવું સાથે જાતું જ્યાં તે ભેગું કરવા ગાતું ,
વાતો તેની ક્યાં સમજાતી ? છોડી જ્યાં તે ઉડી જાતું.
ધીરે ધીરે આંગણ આવી એક સુનેરી પંખી બોલે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply