મિચ્છામી દુક્કડમ
ચાલો આજે સંવત્સરી નિમિતે સૌને મળી લઇએ.
સૌને મિચ્છામીદૂકડમ કહીને ક્ષમાપના કરી લઇએ.,
વાર્ષિક કર્મોનું સરવૈયું આજ મહાવીરનામ સાથે મેળવીને,
કોઈને મન વચન કર્મ થી દૂભાવ્યાની માફી માંગી લઇએ.
મહાવીરની આજ્ઞાનો કરેલો અનાદર યાદ કરીને હવે,
જૈન ધર્મ સાથે કરેલ ચેડાંની ક્ષમાપના કરી લઇએ.
ક્ષમા વિરસ્ય્ય ભૂષણમ મંત્રને બરોબાર સમજી લઇએ.
આજથી કોઈ સાથે વેર ભાવ નહિ રાખીએ કસમ ખાઇએ.
માનવતાનો મુખવટો પહેરી બહુ ફર્યા દંભમાં આપણે,
ચાલો હવે ,માણસમાં માણસાઈ ઉમેરીને જીવી લઇએ.
ખૂદની ગરજ માટે કરેલ બધા કાર્યોને તો યાદ કરી લઇએ.
કોઇક માટે પરમાર્થના કામો કરી જીવન સાર્થક કરી લઇએ.
ખોટી આત્મપ્રશંસાને ખોટી મોટી મોટી વાતો છોડી દઈએ.
ચલો, હવે આપણે થોડુ આત્મપરીક્ષણનું કામ કરી લઇએ.
કોઇ દુખીયાના આસું પોછી દિવ્ય જીવન જીવી લઇએ
‘કાજલ’ ધર્મ ઉપદેશ નવકાર આરાધના કરી સમજી લઇએ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply