ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
આશ રૂપી દોરને છુટતા કશી કયાં વાર છે?
કેમ વિશ્ર્વાસે રહું પળભર હવે તો પાર છે?
લે ઘરે તારી હવે તો યાદની વણઝાર છે.,
ભૂલ ભૂલી આજ તારી સાથને ત્યાં હાર છે.
ફૂલની ફોરમ મહેંકી તાજગી છે બાગમાં ,
સ્નેહ સ્મરણજો વધે આ વાતમાં કઈ સાર છે.
રણ કહે હું તો સદા તરસું તારી યાદે હવે,
રાહ જોઈ એ સમય તક જ્યાં ડગરની ધાર છે.
રાખ કાજલ આ સવાલો ને મનમાં સાચવી ,
ના મળે જો એ જવાબો કયાં તને કઈ ખાર છે?
ખૂબ ચાલ્યા જિંદગી ભર થોભવાનું યાદ ના,
આ સમય વીતી ગયો ને જો અક્ષર તો ચાર છે.
પોટલા બાંધ્યા હવે તે છોડવાના કેમ કે,
સાથમાં કયાં લઈ જવાનું ? એટલો આભાર છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply